ગોંડલ: ગુંદાળા રોડ પર આવેલી રોયલપાર્ક જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બ્રુસેલ બાયોટેક કેમિકલ ફેક્ટરી દ્વારા વેસ્ટ કેમિકલનો નિયમોનુસાર નિકાલ કરવાં ન બદલે ફેક્ટરીનાં માલીક દ્વારા નજીક આવેલી ભૂગર્ભની ગટરમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા કેમીકલ ઠાલવવામાં આવતું હતું.
રાજકોટ: વેસ્ટ કેમિકલને ગટરમાં ઠાલવતી ફેકટરીને ગોંડલ નગરપાલિકાએ દંડ ફટકાર્યો
ગોંડલમાં વેસ્ટ કેમિકલને ભૂગર્ભ ગટરમાં ઠાલવી પ્રદૂષણ ફેલાવી રહેલી ફેક્ટરીને ગોંડલ નગરપાલિકા તંત્રએ દંડ ફટકાર્યો છે.
રાજકોટ : વેસ્ટ કેમીકલને ગટરમાં ઠાલવતા, ફેકટરીને ગોંડલ નગરપાલિકાએ દંડ ફટકાર્યો
આના કારણે આસપાસની ખુલ્લી જમીનમાં કેમિકલના કારણે દુર્ગંધ સાથે પ્રદૂષણ ફેલાતાં ગોંડલ નગરપાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાના કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજા તથા સેનિટેશન વિભાગનાં રવિભાઇ જોશીએ કેમિકલ ઠાલવી રહેલાં ટ્રેક્ટરનાં ડ્રાઇવર રમણીકભાઇ મકવાણા તથા બ્રુસેલ બાયોટેક કેમિકલનાં રિમલભાઇ પડારીયાને પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.