રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. આ યાર્ડ લોકડાઉનના કારણે આશરે એક મહિના જેટલો સમય બંધ રહ્યું હતું. જો કે, સરકાર દ્વારા છૂટછાટ મળતાં આ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. થોડા દિવસ અગાઉ ફોન દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 21 તારીખથી ખેડૂતોને માલ વેચવાની છૂટ છાટ મળતાં જ અહીંયા ધાણા તેમજ ઘઉંની આવક શરૂ થઇ ગઇ છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં બીજા દિવસે સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘઉં અને ધાણાની હરાજી કરાઈ - news in Gondal
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગત રોજ ઘઉંની હરાજી શરૂ થયા બાદ બીજા દિવસે પણ ઘઉં અને ધાણાની હરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડ, તંત્ર અને પોલીસ દ્વારા ડિસ્ટન્સનું ડિસિપ્લિન પરફેક્ટ જાળવવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં આમ તો ટુકડા અને લોકવન નામના બે ઘઉં વાવવામાં આવે છે. આ વર્ષે વરસાદ સારો હોવાના કારણે ઘઉંનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે. જો કે, લોકડાઉનના કારણે છેલ્લા કેટલાય સમયથી ઉત્પન્ન થયેલા ઘઉં ખેતરોમાં જ રહ્યા હતા. જો કે, જેવું યાર્ડ શરૂ થતાની સાથે જ ઘઉંને ખેડૂતો વેચવા ગોંડલ આવ્યા હતા. ઘઉંને આ વર્ષે નીચે ઉતારવા નહોતા આવ્યા, પરંતુ વાહનની અંદર જ હરાજી કરવામાં આવી હતી. આ વર્ષે ઘંઉનો ભાવ 325 છે. તેમજ 425 રૂપિયા મણનો ભાવ રહ્યો હતો. બે દિવસમાં આશરે 2500 ગુણી ઘઉંની આવક થઇ હતી. આ ઘઉં દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે, તમિલનાડુ, કેરલ આંધ્ર પ્રદેશ તેલંગાણા સહિતના રાજ્યોમાં વધુ જતા હોય છે. આ ઘઉંની મોટી કંપનીઓ પણ ગોંડલથી ઘઉંની ખરીદી કરતી હોય છે.
ઘઉં ઉપરાંત ધાણાની પણ આવક શરૂ થઈ ગઈ છે. ધાણામાં ખાસ કરીને ઇગલ, પેરેટ, ડબલ પેરેટ જાતિના થાણા સૌરાષ્ટ્રમાં વધારે ઉત્પન્ન થતા હોય છે. આ વર્ષે સારા વરસાદના કારણે ધાણાનું ઉત્પાદન પણ ખૂબ જ સારું થયું છે. જો કે, ભાવ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને થોડા ઓછા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉત્પન્ન થતા ધાણા સામાન્ય રીતે દેશ-વિદેશમાં પણ જતા હોય છે.