રાજકોટ:ગોંડલ સબજેલના (Gondal jail again in controversy) કેદીને ટેલીફોનથી વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવા માટે માંગેલી લાંચના છટકામાં સબજેલનો હવાલદાર(sub jailer of gondal constable caught by acb) રંગે હાથ ઝડપાય ગયો (Jail Warden Caught Taking Bribe from prisoner) છે. જેમાં ACB દ્વારા ઝડપી લેવાતા કેદીઓમાં અને વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ બેંક સત્તાધીશો દ્વારા કરાયેલી પોલીસ ફરિયાદ અન્વયે ફરિયાદી ગોંડલની સબજેલમાં હતો. તેની પાસેથી જેલનાં હવાલદાર જગદીશ ભીખનભાઇ સોલંકી જેલના ટેલીફોનમાંથી એકથી વધુ વખત વાત કરવાની સુવિધા આપવા (Taking Bribe from prisoner for mobile use)તથા જેલમાં હેરાનગતિ નહી કરવાના બદલામાં રૂ.3500 માંગ્યા હતા.
આ પણ વાંચોવડોદરા પોલીસની કામગીરી પર સવાલ; ગુનાઓ ઉકેલવા ઇનામ જાહેરાતના સહારે
ACBની સફળ ટ્રેપ: આ અંગે એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ કરતા ACBના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ P.I અજયસિંહ ગોહિલ અને સ્ટાફ દ્વારા ગોઠવાયેલા છટકામા લાંચ લેતી વેળા હવાલદાર જગદીશ સોલંકી ઝડપાઇ જતા કાર્યવાહી હાથ ધરી(sub jailer of gondal constable caught by acb) છે. એસીબીના પીઆઇ એ.આર.ગોહિલ સહિતની ટીમે હવાલદાર જગદીશ સોલંકીને ઝડપી લીધો હતો, એટલું જ નહીં એસીબીની અન્ય એક ટીમ હવાલદાર જગદીશ સોલંકીના ઘરે પણ દોડી ગઇ હતી અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું(sub jailer of gondal constable caught by acb) હતું.
આ પણ વાંચોપાદરામાં પોલીસે દારુડીયાઓને મજા ચખાડી, દારુ સાથે લાખો રૂપિયા જપ્ત
અનેક વિવાદોથી ઘેરાયેલી છે જેલ:થોડા સમય પુર્વે સબજેલમાંથી મોબાઇલ ઝડપાયા હતા. પહેલા નિખિલ દોંગાના જેલમાં સામ્રાજ્યને કારણે સબજેલ ખાસ્સી ચર્ચિત બનવા પામી હતી. એ સમયના જેલર પરમાર સામે પણ હપ્તા સહિતની ફરિયાદ ઉઠતા જેલર સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો. આમ છેલ્લા કેટલાક સમયથી વિવાદિત બનવા પામેલ ગોંડલ સબજેલના હવાલદાર લાંચ લેતા ઝડપાઈ જતા ચકચાર મચી છે જેલમાં પણ કેવા કેવા પ્રકારની ગેરરીતિ અને કારસાઓ થાય છે. તેને લઈને પણ તપાસ થવા માટેની ચર્ચા ઉઠવા પામી છે.