ગોંડલની 150 બેડથી સજ્જ એવી સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. જુદા જુદા રોગોની સાથે હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. રોજના 500 દર્દીઓનો ઘસારો હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. જેમને લઈને હોસ્પિટલમાં સેટઅપ મુજબનો સ્ટાફ ન હોવાને કારણે ડોક્ટરોની હાલત કફોડી થઈ જવાં પામી છે. તેમ છતાં દર્દીઓ અને ડોક્ટરોને ભોગવવી પડતી મુશ્કેલીઓની વચ્ચે ડોક્ટરો પણ કેમેરા સામે બોલવાનું માંડીવાળી રહ્યાં છે.
ગોંડલમાં રોગચાળો ફેલાતા દર્દીઓથી ઊભરાઈ સરકારી હોસ્પિટલ - gondal hospital situation
ગોંડલઃ રાજ્યભરમાં ઘણાં વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ હવામાનની સાથે રોગચાળો ફેલાઈ રહ્યો છે. ગોંડલમાં ઘણાં દિવસોથી વાદળછાંયા વાતાવરણની વચ્ચે વરસી રહેલા વરસાદની સાથે ફેલાયેલા રોગચાળાની સાથે ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઊલ્ટી જેવાં રોગોને લઈને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવાં મળી રહ્યો છે.
![ગોંડલમાં રોગચાળો ફેલાતા દર્દીઓથી ઊભરાઈ સરકારી હોસ્પિટલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4440132-thumbnail-3x2-gondal.jpg)
જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ સરકારી હોસ્પિટલમાં છ છ ડોક્ટરોની ખાલી જગ્યાઓ હોવા છતાં મોટા ભાગના ડોક્ટરોની જગ્યાઓ ખાલી હોવાથી આજ દિવસ સુધી જગ્યાઓ ભરવામાં આવી નથી, હોસ્પિટલમાં ડોક્ટરો ફાળવવાની માંગ લોકો વારંવાર સરકારના બહેરા કાને મુકી રહ્યા છે.
એક તરફ ગુજરાતના મુખ્યપ્રધાન ગોંડલને મેડિકલ કોલેજ સહિતની સુવિધાઓ આપવાની વાતો કરે છે. તો બીજી તરફ ગોંડલની સરકારી હોસ્પિટલમાં જ ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. ત્યારે ગોંડલ સરકારી હોસ્પિટલમાં સરકાર દ્વારા ડોક્ટરોની ખાલી પડેલ જગ્યા ક્યારે ભરાશે એ જ જોવાનું રહ્યું.