રાજકોટઃ ગોંડલમાં ઉછરેલી અને દુબઈ સહિત મુંબઈને કર્મભૂમિ બનાવનાર હૈલીન શાસ્ત્રી આગામી સમયમાં રજૂ થનાર રોહિત શેટ્ટીની સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તાના રોલમાં જોવા મળશે. હૈલીન શાસ્ત્રી એ જણાવ્યું હતું કે, મુંબઈ અને દુબઈને કર્મભૂમિ બનાવી હતી. બાળવયથી જ અભિનયનો શોખ હતો.
ગોંડલની યુવતી જોવા મળશે અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ ફિલ્મમાં, ATS અધિકારીનો ભજવ્યો રોલ - Rajkot latest n ews
ગોંડલમાં ઉછરેલી અને દુબઈ સહિત મુંબઈને કર્મભૂમિ બનાવનાર હૈલીન શાસ્ત્રી આગામી સમયમાં રજૂ થનાર રોહિત શેટ્ટીની સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તાના રોલમાં જોવા મળશે.
જાહેરખબરથી લઈ સાઉથના પિક્ચરમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા. દરમિયાન સૂર્યવંશી ફિલ્મનું કાસ્ટિંગ વર્ગ શરૂ થયું હતું. રાઇટર અને પ્રોડ્યુસરને મળતા સિલેક્શન થયુ હતું. અને ફિલ્મમાં મુખ્ય હિરો અક્ષય કુમારની સાથે એટીએસ અધિકારી માલવિકા ગુપ્તાનો રોલ નિભાવવાની ખોજ મળી હતી.
હૈલીન શાસ્ત્રીનેઆ ફિલ્મ દરમિયાન અક્ષય કુમાર, રણવીર સિંઘ અને જાવેદ જાફરી સહિતના કલાકારો સાથે સારી મિત્રતા થઇ હતી. ફિલ્મ શૂટિંગની તૈયારીઓ દરમિયાન આ તમામ કલાકારો સાથે રમત ગમતનો સમય પણ તેના માટે યાદગાર બન્યો છે. હૈલીન શાસ્ત્રીએ amazon prime ધ ફોર્ગોટોન આર્મીમાં 1078 ગાયક અને કંપોઝર સાથે ભાગ લીધો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું હતું.