રાજકોટઃ ગોંડલ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 2 દિવસ પહેલાં ગોંડલમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. ગઈ કાલે ગોંડલમાં 3 પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. ગઈ કાલે ગોંડલ સિટી પી.આઈ. એસ.એમ. જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસ બેડામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
કોરોનાએ બંધ કરાવી ગોંડલ કોર્ટ, PIનો રિપોર્ટ પોઝિટિવ, સેનિટાઈઝેશન માટે બંધ રહી કોર્ટ - કોર્ટ
કોરોના સંક્રમણને લઈને ગોંડલની કોર્ટ એક દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગઈ કાલે ગોંડલ સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરનો PIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે કોર્ટ બંધ રાખવામાં આવી છે.
કોરોનાએ બંધ કરાવી ગોંડલ કોર્ટ, પીઆઈને પોઝિટિવ આવ્યો તો સેનિટાઈઝેશન માટે બંધ રહી કોર્ટ
ગોંડલ સિટી પી.આઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આજરોજ ગોંડલ કોર્ટ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોંડલ કોર્ટમાં આરોપી રજૂ કરવા તેમ જ પોલીસ દ્વારા કરવામાં આવતી જરૂરી કાર્યવાહી નામદાર કોર્ટમાં હાજર રહેવાનું હોવાથી ગઈ કાલે પી.આઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર કોર્ટમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ કોર્ટ સંકુલ સેનેનિટાઈઝ કરવા માટે કોર્ટની કાર્યવાહી આજરોજ બંધ કરવામાં આવી હતી.