રાજકોટઃ કોરોના વાઇરસ મહામારી વચ્ચે સોમવારે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલમાં પંચવટી સોસાયટી ખાતે આવેલા પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે સાદગી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ગોંડલમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી - ગોંડલમાં કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
સોમવારે પાવન પર્વ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગોંડલમાં લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરાઇ હતી.
Gondal News
હાલ દેશમાં ચાલી રહેલા લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી હતી. મંદિરના પુજારીએ પૂજા અર્ચન કરીને ગણેશજીને મોદકનો થાળ ધર્યો હતો અને મંત્રોચ્ચારથી ભક્તોને આશિર્વાદ પાઠવ્યા હતા.