ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના પક્ષી પ્રેમી ગ્રૂપ દ્વારા નવરાત્રિ દરમિયાન જન્મેલી 80 બાળકીઓને લાણીનું કર્યું વિતરણ - શ્રી રામ હોસ્પિટલ

ગોંડલના પક્ષી પ્રેમી ગ્રુપે નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. નવરાત્રિ પર્વ દરમિયાન ગોંડલની હોસ્પિટલમાં જન્મ લીધેલી 80 બાળકીઓને અનેકવિધ લાણી આપવામાં આવી હતી.

gondal
gondal

By

Published : Oct 26, 2020, 4:38 PM IST

  • પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા નવરાત્રિ પર્વની અનોખી રીતે ઉજવણી
  • નવ દિવસમાં જન્મેલી 80 દીકરીઓને લાણી આપવામાં આવી
  • હોસ્પિટલના ડોક્ટરને સીલ્ડ તથા તેમના સ્ટાફને ગીફ્ટ આપવામાં આવી


રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા નવરાત્રિના પાવન તહેવારમાં પહેલાં નોરતાથી લઇને નવમા નોરતા સુધીમાં ગોંડલની તમામ હોસ્પિટલમાં જેટલી બાળકીઓ જન્મી હતી. તે તમામને લાણી આપવામાં આવી હતી. 9 દિવસમાં જન્મેલી બાળકીઓને એક નાશ લેવાનું મશીન, એક પ્રમાણપત્ર અને બે માસ્ક (N 95) તેમના માતાપિતાને લાણી રૂપે આપ્યા હતા. તેમજ દરેક ડોક્ટરને સીલ્ડ તથા તેમના સ્ટાફને ગીફ્ટ આપવામાં આવી હતી.

લાણીનું વિતરણ

પક્ષી પ્રેમી ગ્રુપની પહેલમાં જોડાએલા આગ્રણીઓ

પક્ષી પ્રેમી ગ્રુપના પ્રમુખ રોહિતભાઇ સોજીત્રા, ઉપપ્રમુખ યુસુફભાઇ ભાઇજી, અંકિતભાઇ મકવાણા, હિતેશભાઇ તન્ના, ગૌતમભાઇ પારગી, સંગીતાબેન સોજીત્રા, નીતાબેન રામોતીયા, કીર્તિબેન મારુ, નેહાબેન રામોતીયા, નૈનાબેન દુધાત સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

gondal

નવરાત્રિ દરમિયાન સરકારી હોસ્પિટલમાં 16 બાળકીઓ, શ્રી રામ હોસ્પિટલમાં 14 બાળકીઓ, રન્નાદે હોસ્પિટલમાં 2 બાળકીઓ, ભક્તિ હોસ્પિટલમાં 6 બાળકીઓ, નીલકંઠ હોસ્પિટલમાં 11 બાળકીઓ, ગોકુલ હોસ્પિટલમાં 15 બાળકીઓ, મધુરમ હોસ્પિટલમાં બાળકીઓ, રાધે હોસ્પિટલમાં બાળકીઓ થઇને નવરાત્રિના નવ દિવસ દરમિયાન 80 જેટલી જન્મેલી દીકરીઓને પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા આવકારવામાં આવી હતી.

પક્ષી પ્રેમી ગ્રૃપે કરી પહેલ

ABOUT THE AUTHOR

...view details