ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ અને ધોરાજી શહેર પોલીસે અલગ અલગ વિસ્તારો પેટ્રોલિંગ કર્યું - news in rajkot

રાજકોટ જિલ્લાના ગોંડલ ધોરાજી શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આડેધડ પાર્કિંગને લઈને વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

gondal
ગોંડલ અને ધોરાજી શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારો પેટ્રોલિંગ કરવામાં આવ્યું

By

Published : Nov 8, 2020, 9:35 AM IST

  • ધોરાજી અને ગોંડલ શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
  • પોલીસે આડેધડ વાહન પાર્કિંગ કરેલા વાહનોને દંડ ફટકાર્યો
  • લાયસન્સ વગરના અને નંબર પ્લેટ વગરના વાહનચાલકને દંડ

રાજકોટ : હાલ કોરોના મહામારી અને દિવાળીના તહેવારને લઈને ટ્રાફિકથી ધમધમતા ગોંડલ અને ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગોંડલ પોલીસના PI એસ.એમ.જાડેજા, PSI બી.એલ.ઝાલા, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ, ડી સ્ટાફ સહિતના પોલીસ અધિકારી સાથે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ફૂટ માર્ચ હાથ ધરવામાં આવી હતી. નાની મોટી બજાર - ગુંદાળા શેરી, બસ સ્ટેન્ડ રોડ, કડીયા લાઈન, ગુંદાળા રોડ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ગોંડલ અને ધોરાજી શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારો પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ગોંડલ શહેર પોલીસ દ્વારા વાહનચાલકોને દંડ

ગોંડલ શહેરમાં આડેધડ પાર્કિંગને લઈને વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. લાયસન્સ વગરના અને નંબર પ્લેટ વગરના બાઈક અને કાર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details