- અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના 236 માં પ્રાગટય દિનની ઉજવણી
- પૂજ્ય મહંત સ્વામી નેનપુર ખાતેથી ઓનલાઈન પૂજા અર્ચનામાં જોડાયા
- હરિ ભક્તોએ મહંત સ્વામીના ઓનલાઈન દર્શન કર્યા
ગોંડલ અક્ષરમંદિરે શરદ પૂનમ મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો
ગોંડલ અક્ષર મંદિરે શરદપૂર્ણિમા મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો હતો. જેમાં હડમતાળા ગામે ગરબીની બાળાઓને સોનાની બુટી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોંડલ અક્ષરમંદિરે શરદ પૂનમ મહોત્સવ સાદગીસભર પૂજા અર્ચના સાથે ઉજવાયો
રાજકોટ : વિશ્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પ્રતિવર્ષ શરદ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે સરકારની ગાઈડલાઈન્સ મુજબ સાદગીસભર પૂજા-અર્ચના સાથે ઉજવાયો હતો. અક્ષર દેરીના સાનિધ્યમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના 236 પ્રાગટ્ય દિનની ઉજવણીમાં પૂજ્ય મહંત સ્વામી નેનપુર ખાતેથી ઓનલાઇન જોડાયા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.