રાજકોટ: ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાનું વહીવટી તંત્ર ખડેપગે ઊભું (rajkot collector help Mental retardation children) છે અને તેમને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવાઈ (gondal administration help to Mental retardation) છે. તથા અન્ય બાકી દસ્તાવેજો પણ તત્કાલ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી (cm Bhupendra Patel instructed to immediate help) હતી જે બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્થિતિની સંવેદનશીલતા પારખીને વહીવટી તંત્રને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામે લગાડ્યું (rajkot collector help Mental retardation children) હતું.
ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની કામગીરી:ગોંડલના પ્રાંત અધિકારી કે. વી. બાટી, મામલતદાર એચ.વી.ચાવડા તેમજ સર્કલ અધિકારી યશપાલસિંહ ગોહિલ તાત્કાલિક ગોંડલ તાલુકા ખાતે રેલવે લાઇનની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતા રત્નાભાઈ ભૂરાભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા. આ પરિવારને મળતી સરકારી સહાયની વિગતો જાણી હતી જેમાં ત્રણ બાળકોની ફિંગર પ્રિન્ટ આવતી ન હોવાથી તેમના આધારકાર્ડ નીકળી શક્યા નહોતા આથી 27મી ડિસેમ્બરે તંત્રની ટીમ તેમના ઘરે ગઈ હતી અને દોઢેક કલાકની જહેમત ઉઠાવીને ત્રણ બાળકોના આંગળાની પ્રિન્ટ મેળવીને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરી (rajkot collector help Mental retardation children) હતી.
આ પણ વાંચોકળિયુગમાં પ્રામાણિકતા, હેર સલુનના કર્મચારીએ દાગીનાનું પાકીટ માલિકને કર્યું પરત