ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot news: રાજકોટમાં ગોલા અને લસ્સીના વિક્રેતા પર દરોડા, 400 લીટર ફ્લેવર સિરપ ઝડપાયું - રાજકોટમાં ગોલા અને લસ્સીના વિક્રેતા પર દરોડા

રાજકોટમાં ગોલા અને લસ્સીના વિક્રેતા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 400 લીટર ફ્લેવર સિરપ ઝડપી પડ્યું હતું. થોડા સમય પહેલા જ રાજકોટના ફેમસ ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાને ત્યાં પણ દરોડા પડ્યા હતા.

gola-and-lassi-seller-raided-in-rajkot-400-liters-of-flavored-syrup-seized
gola-and-lassi-seller-raided-in-rajkot-400-liters-of-flavored-syrup-seized

By

Published : Jun 6, 2023, 9:08 PM IST

રાજકોટ:હાલ ઉનાળાની ઋતુ શરૂ છે. એવામાં રાજકોટ ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ગોલા અને લસ્સી તેમજ ઠંડાપીણા વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન અનેક ગેરિતિઓ સામે આવી છે. ખાસ કરીને ફૂડ વિભાગ દ્વારા કુબેર ફૂડ્સ નામની પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે આ પેઢી દ્વારા રાજકોટમાં ગોલાવાલા અને લસ્સી વાલા નામની અલગ અલગ ફ્રેન્ચાઈઝી ચલાવવામાં આવે છે.

400 લીટર ફ્લેવર સિરપ ઝડપાયું

નમૂના તપાસ માટે મોકલાયા: દરોડામાં મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ ઠંડા પીણાનો જથ્થો મળી આવ્યો હતો. ફ્લેવર સીરપ પણ ઝડપાયું હતું. આ સાથે જ જે ઠંડા પીણા હતા તેના ઉપર એક્સપાયર ડેટ પણ લખેલી ન હતી. આ તમામ વસ્તુઓ કબ્જે કરીને તેનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ફૂડ વિભાગ દ્વારા ઠંડા પીણા અને ગોલામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું નમૂનો લઈને લેબોરેટરી અર્થે મોકલવામાં આવ્યો હતો.

'શહેરમાં અલગ અલગ છ જેટલી બ્રાન્ચ અને ફ્રેન્ચાઇસઝીઓ કુબેર ફૂડ્સની આવેલી છે. જેમાં અલગ અલગ ફ્લેવરની લસ્સી, મસાલા છાશ, ફ્લેવર મિલ્ક સહીતના પીણાનું ઉત્પાદન પણ કરવામાં આવે છે અને પેકિંગ કરીને વેચાણ અર્થે અલગ અલગ સ્થળોએ મોકલવામાં આવે છે. અહીંયા વિભાગ દ્વારા તપાસ કરતા ઘણી બધી ગેરરીતિઓ ઝડપાઈ હતી.' -પ્રદીપ આહુજા, પેઢીના સંચાલક

400 લીટરની સીરપની બોટલો: ફૂડ વિભાગ દ્વારા તપાસ કરતા અહીંયા ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતા ઠંડા પીણા ઉપર એક્સપાયર ડેટ લખવામાં આવી ન હતી. આ સાથે જ કુબેર ફૂડ્સની એરપોર્ટ રોડ ઉપર આવેલા ઉત્પાદન સ્થળે આઈસ ગોલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ફ્લેવર સીરપ, સુગર ફ્રી સીરપ, માવા મલાઈનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. જેમાં વિવિધ પ્રકારની કુલ 400 લીટરની સીરપની બોટલો મળી આવી હતી.

  1. Rajkot News: આ ફેમસ તીખા ઘુઘરા આરોગતા પહેલા વિચારજો, 'ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા'ને ત્યાંથી 145 કિલો વાસી ચટણી, બટાટાનો મસાલો મળ્યો
  2. Vadodara News : વડોદરામાં નવનિર્મિત થઇ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી, મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો

ABOUT THE AUTHOR

...view details