રાજકોટ જિલ્લાના પાક વીમો, યાર્ડમાં ભાવાંતર યોજના અને વરસાદ પહેલા ચેકડેમ તળાવો રીપેર કરી ફરી ઊંડા કરવાની માંગ સાથે કિસાન સંઘના ખેડૂતો અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના સભ્યો ગઈકાલથી ઉપવાસ પર બેઠા છે, ત્યારે આજે આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે.
સતત બીજા દિવસે ખેડૂતોના ઉપવાસ, કોંગી આગેવાનોએ કરી મુલાકાત
રાજકોટઃ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે ઉપાવસી છાવણીની ખેડૂત નેતા અને કોંગી ધારાસભ્ય પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનોએ મૂલાકાત કતી હતી. તેમજ ખીચડી બનાવીને વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ યાર્ડ ખાતે યોજાયેલ આમરણાંત ઉપવાસમાં 12 જેટલા કિસાન સંઘના ખેડૂતો અને વેપારી એસોસિએશનના આગેવાનો જોડાયા છે.
રાજકોટમાં ખેડૂતો અને વેપારીઓનું આમરણાંત ઉપવાસનો આજે બીજો દિવસ,
કોંગી ધારાસભ્ય પાલભાઈ આંબલિયા દ્વારા આજે ઊપવાસી છાવણીની મુલાકાત લેવામાં આવી હતી અને ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી સરકાર દ્વારા ખેડૂતોની માંગ નહિ સ્વિકારવામાં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખવામાં આવશે.