રંગીલા રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આ સમસ્યાઓ મહદઅંશે હળવી થાય તે માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને સોમવારે હેમુગઢવી હોલ ખાતે ટ્રાફિક જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં પોલીસનો નવતર પ્રયોગ, નાગરિકો પાસેથી ટ્રાફિક અંગેના માંગ્યા સૂચનો
રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારે શહેરના હેમુગઢવી હોલ ખાતે ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જુદા જુદા વેપારી એસોસિએશન, અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં નાગરિકોએ ટ્રાફિક અંગેની સમસ્યાઓ પોલીસ અધિકારીઓ સમક્ષ રજુ કરી હતી. તેમજ ટ્રાફિક અંગેના સૂચનો પણ આપ્યા હતા.
સ્પોટ ફોટો
જેમાં રાજકોટની નામાંકિત સંસ્થાઓના પદાધિકારીઓ, સિનિયર સીટીઝન તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ સેમિનારમાં નાગરિકો દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોલીસે પણ શહેરમાં કેવી રીતે ટ્રાફિકની સમસ્યાઓમાં ઘટાડો કરી શકાય તે માટે નાગરિકો પાસે સૂચનો માંગ્યા હતા.