ગુજરાત

gujarat

ETV Bharat / state

Fake Doctor: નકલી ડૉક્ટરની અસલી ધરપકડ, લોકોના જીવન સાથે કરતો હતો ચેડા

રાજકોટના પડધરીના ખોડાપીપર ગામમાંથી એસ. ઑ. જી. પોલીસને મળી આવ્યો ડિગ્રી વગરનો ડૉક્ટર. ડોક્ટરને દવાના જથ્થા સાથે ઝડપી લીધો છે. રોગોની એન્ટિબાયોટિક દવાઓ સહિત કુલ રૂપિયા 16,248 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી લીધો છે અને ઝડપાયેલા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Fake Doctor: નકલી ડૉક્ટરની અસલી ધરપકડ, ખોડાપીપર ગામના લોકોના જીવન સાથે કરતો હતો ખેલ
Fake Doctor: નકલી ડૉક્ટરની અસલી ધરપકડ, ખોડાપીપર ગામના લોકોના જીવન સાથે કરતો હતો ખેલ

By

Published : Jan 20, 2023, 12:47 PM IST

Updated : Jan 20, 2023, 12:58 PM IST

રાજકોટ: કોરોનાના સમયથી જાણે ડૉક્ટર એટલે પૈસા બનાવાનું સાધન. છેલ્લા બે વર્ષમાં ફેક ડૉક્ટર પકડાવાના કિસ્સાઓમાં વધારો થયો છે. લોકોની મજબૂરીનો લાભ લેતા નજરે ચડ્યા છે. પોતાના પેટ ભરવા માટે લોકોના માળા એક ભૂલથી વિખાઇ જાય છે. તેની તેમને કોઇ ચિંતા નથી. લોકોના જીવન સાથે ખેલતા ડૉક્ટર ઝડપાઇ રહ્યા છે. ફરી વાર એવો જ એક ડૉક્ટર પકડાયો છે. રાજકોટના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ ખાતેથી રાજકોટ રૂરલ એસ.ઑ.જી. પોલીસે એક ડિગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.

ટુંક સમયમાં પૈસાદાર:પોતાના અંગત સ્વાર્થ માટે અને ટુંક સમયમાં પૈસાદાર બનવા માટે લોકો હવે નકલી તબીબો બને છે. ત્યારે રાજકોટ રૂરલ એસ. ઑ. જી. પોલીસે પડધરીના ખોડાપીપર ગામમાંથી ડિગ્રી વગરના ડૉક્ટરને પકડી પાડ્યો છે. પોલીસને જાણ થતાની સાથે નકલી ડૉક્ટર દબોચી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો નકલીથી સાવધાન, ચાવી બનાવનારો રાતોરાત બની ગયો દાંતનો ડોક્ટર, દર્દીને દુખાવો ઉપડતા ખુલી પોલ

બાટલાઓ અને દવાઓ:પડધરી તાલુકાના ખોડાપીપર ગામ ખાતેથી રાજકોટ રૂરલ એસ.ઑ.જી. પોલીસે એક ડિગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ તબીબ પોતે કોઈ યોગ્ય ડિગ્રી ન ધરાવતો હોવા છતાં પણ ઇન્જેક્શન તેમજ દવા તથા નાના મોટા ગ્લુકોઝના બાટલાઓ અને દવાઓ સાથેની કામગીરી કરતો હોવાનું અને દ્રીશિકા ક્લિનિક નામે ક્લિનિક ચલાવતો હોવાનું રાજકોટ રૂરલ એસ.ઑ.જી. પોલીસને માલુમ પડતા પોલીસે તેમને દબોચી લીધો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો ડોકટર રાજેશ્રીબેન બોસમીયા સમાજને ઉપયોગી થતી લખે છે કવિતાઓ

મુદ્દામાલ કબજે:રાજકોટ રૂરલ એસોજી પોલીસ દ્વારા પડધરી તાલુકાના ખોડાપીપર ગામેથી ભૌમિકસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી નામના 31 વર્ષીય યુવકને રેડ દરમિયાન ઝડપી લીધો હતો જેમાં તેમની પાસેથી ઇન્જેક્શન તથા સીરીઝ અને નાના મોટા ગ્લુકોઝના બાટલાઓ સાથે જુદા જુદા રોગોની એન્ટિબાયોટિક દવાઓ સહિત કુલ રૂપિયા 16,248 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી લીધો છે અને ઝડપાયેલા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તંત્ર સામે સવાલ:રાજકોટ જિલ્લામાંથી નકલી ડૉક્ટર ઝડપાયો છે તો પહેલો સવાલ ત્યાના સ્થાનિક તંત્રને જ થાય. તંત્રની બેદરકારીના કારણે આવા લોકો ફાટીને ધૂમાંડે ગયા છે. લોકો કોઇ રીતે હેરાન થાય છે અને ત્યાર બાદ પોલીસ દ્રારા કામગરી કરવામાં આવે છે અને પછી સ્થાનિક તંત્ર હરકતમાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં કેટલાય માસૂમના જીવ હોમાઇ ગયા હોય છે.

Last Updated : Jan 20, 2023, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details