ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભાની ચુંટણી પહેલા જ ગોંડલમાં આંતરિક જંગ શરૂ - ex mla of gondal

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકોટના ગોંડલ(gondal) વિધાનસભાની અંદર આંતરિક જંગ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આકરા પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.(gujarat assembly election)

Etv Bharat
વિધાનસભાની ચુંટણી પહેલા ગોંડલ આંતરિક જંગ શરૂ

By

Published : Sep 22, 2022, 10:31 PM IST

રાજકોટ: ગોંડલની વિધાનસભા બેઠકમાં આંતરિક જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે ગોંડલમાં(gondal) થોડા દિવસ પૂર્વે યુદ્ધ એજ કલાયણ ગ્રુપના સન્માનમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની બાદબાકી કરાઈ હતી અને તેમાં નરેશ પટેલ, જયંતી ઢોલ, પાસના અલ્પેશ કથીરિયા વરુણ પટેલ સહીત હાજર રહ્યા હતા, ત્યારે આ મામલે ગોંડલના મોવિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ(ex mla of gondal) આકરું વક્તવ્ય આપ્યું હતું. જેમાં કડવા પાટીદાર સમાજની બેઠકમાં જયરાજસિંહએ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા પર પ્રહાર કર્યા હતા.(gujarat assembly election)

વિધાનસભાની ચુંટણી પહેલા ગોંડલ આંતરિક જંગ શરૂ
રાજકારણમાં ક્યારેય કોઈ કોઈના કાયમી મિત્ર નથી:પોતાના વક્તવ્યમાં જયરાજસિહે જણાવ્યું હતું કે મારે એમના વિશે એક પણ ઘસાતો શબ્દ બોલવો નથી, અને ઘસાતો શબ્દ બોલવાનો મને અધિકાર નથી. પરંતુ મિત્રો મારે દુઃખ સાથે એટલું કહેવું છે, રાજકારણમાં ક્યારેય કોઈ કોઈના કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી તમે ક્યાં બેસો છો ? તેની તમને સભાન અવસ્થા હોવી જોઈએ. આવું મારું માનવું છે, માની લ્યો કે કોઈ કારણોસર હું તમને નથી ગમ્યો એટલે તમે બીજા સભ્ય સમાજ પાસે બેસો છો. આ બાબતે હું જયંતીભાઈની ટીકા કરું છું. તમે મારા વડીલ છો મારાથી કોઈ ભૂલ થશે, અને તમે મને ઠપકો આપશો તો એ હું માથે ચડાવીશ પણ તમે આવું ન કરી શકો.
દૂધની ભલામણ કરવી હોય તો મીંદડી ને છેટી રાખવી પડે:આ બાબતે તેમને વધુમાં તેમણે કહ્યું હતું કે, અનિરુદ્ધસિંહ એવું કહે છે કે યાર્ડનું રક્ષણ તો હું કરીશ, આમાં બે વસ્તુ કઈ ભેગી નથી થતી. ખબર છે ને તમારે દૂધની ભલામણ કરવી હોય તો મીંદડી ને છેટી રાખવી પડે, તમારો લોકર હોય તો તેને સ્ટ્રોંગ બનાવવુ પડે, તેની આગળ ગન મેન રાખવો પડે, ચોરને આ જવાબદારી ન સોંપાય. બાકી રીબડામાં જેની ઇન્ડસ્ટ્રીઝ હશે એ બધા મિત્રોને ખબર હશે, રીબડાની અંદર જમીન કેવી રીતે વહેંચાય છે. હું એક શબ્દ પણ ખોટો બોલું તો મારો બાપ બીજો હોય.
કડવા પાટીદાર સમાજે તેનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે:સંમેલનમાં કિશોરભાઈ અંદીપરાએ જણાવ્યું હતુ કે, રાજકારણમાં ગોફણીયા મારવા સહેલા છે, પણ સમાજ હીત જાળવવું કઠીન છે. જ્યારે અરાજકતા કે અસ્થિરતા વધતી જાય ત્યારે કોઈ પણ સમાજે પ્રભુત્વ બતાવું જરૂરી છે. ગોંડલના રાજકારણમા ઝંઝાવાતનો દૌર શરુ થયો છે. ત્યારે કડવા પાટીદાર સમાજે તેનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે.
ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના છે:સંમેલનમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલાએ કહ્યું હતુ કે, ગોંડલમાં 1998થી વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ છે. આપણે તેમાં ફરી સામેલ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના છે. ત્યારે આપણા સમાજનું ભવિષ્ય મજબુત બનાવવા પરીપકવ નિર્ણય જરુરી છે. તેવું કહી જયરાજસિહ સર્વમાન્ય આગેવાન હોવાનુ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details