રાજકોટ: રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા અમીવર્ષા (Rain in Rajkot) વરસાવી રહ્યા છે. જેમાં ક્યાંક થોડોક વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર-2 ડેમ હાલ 70% જેટલો ભરાઈ ચુક્યો હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટનો આ ડેમ થયો ઓવરફલો, જાણો ક્યા ગામોને કરાયા એલર્ટ
આ પણ વાંચો:રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ ફરી ચિંતાજનક જાણો, આજના કોરોનાના કેસ વિશે...
નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક કરાયા: ભાદર-2 ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલવામાં આવી શકે છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગણોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા તેમજ કુતિયાણા તાલુકાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતીયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોરબંદરના ગરેજ, ચીકાસા, નવીબંદર, મીત્રાળા ગામના લોકોને એલર્ટ કર્યા છે. ડેમની સપાટીમાં વધારો થતાં તંત્ર દ્વારા હાલ 37 જેટલા ગામોને એલર્ટ (Alert to 37 villages) કરવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો:પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના થયા મૃત્યું
37 જેટલા ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ: રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમમાં તા. 08-07-2022 સવારના 08:00 વાગ્યા સુધીની માહિતી અનુસાર ડેમમાં હાલ 3362 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેમાં ડેમની કુલ સપાટી 53.10 મીટર છે તેમાંથી હાલ ડેમની સપાટી 51.30 મીટર પહોંચી જતા ભાદર નદી કાંઠે આવતા 37 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી અને નદીના પટમાં ન જવા માટે તેમજ નિશાળ વાળા વિસ્તારોના લોકોને સતર્ક રવા માટેની ખાસ સુચના આપવામાં આવી છે. આ સાથે જ કોઈપણ વ્યક્તિઓએ નદીના પટમાં કે પાણીના પ્રવાહમાં જીવના જોખમે ઉતારવું નહીં તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.