રાજકોટઃ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી' 'પહેલી રાખી દેશપ્રેમ કે નામ' 'કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 18544 ગામની મહિલાઓ દ્વારા ભારત દેશની સરહદ પર રાતદિવસ સતત ખડેપગે ચોકી કરતા અને આપણી તથા આપણા પરિવાર તથા દેશની રક્ષા કરતા જવાનો સૈનિકોને પ્રોત્સાહન પત્ર લખીને સાથે રક્ષાકવચ તરીકે રાખડી મોકલવામાં આવી હતી.
રાજકોટઃ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ સૈનિકો માટે 1111 રાખડી મોકલી - rajkot latest news
ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ 1111 રાખડીને કંકુ ચાંદલો ચોખા કરી અને આશાપુરામાં પાસે સૌ સૈનિકોની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ગોંડલ નગર સંયોજક કલ્પેશભાઈ ખાખરીયાને સોંપી હતી.

રાજકોટઃ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ 1111 રાખડી સૈનિકો માટે મોકલી
જેમાં ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પુત્ર જ્યોતિઆદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા તેમજ ગોંડલ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી અને પાલિકા સદસ્ય મુકતાબેન કોટડીયા એ 1111 રાખડીને કંકુ ચાંદલો ચોખા કરી અને આશાપુરામાં પાસે સૌ સૈનિકોની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ગોંડલ નગર સંયોજક કલ્પેશભાઈ ખાખરીયાને સોંપી હતી.