ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘેલા સોમનાથ મહાદેવને આજે મહાકાલનો શણગાર કરવામાં આવ્યો - હિંદુ ધર્મનો પવિત્ર મહિનો

આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, ત્યારે ભકતો વિવિધ રીતે ભગવાન ભોળાનાથને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથને ઉજજૈન ખાતે આવેલા મહાકાલ સ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો હતો. જો કે મહાદેવના આ શણગારને લઇ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ઘેલા સોમનાથ મહાદેવને આજે મહાકાલનો શણગાર કરવામાં આવ્યો.
ઘેલા સોમનાથ મહાદેવ ને આજે મહાકાલ નો શણગાર કરવામાં આવ્યો.

By

Published : Aug 19, 2020, 7:32 PM IST

રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવને આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાકાલનો શણગાર કરવામાં આવ્યો હતો.

પૂજારી હસુભાઈ જોષી દ્વારા શ્રાવણ માસ દરમિયાન રોજ અલગ-અલગ શણગાર કરવામાં આવતા હતા અને હજારો ભક્તજનો ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તો દર્શન કરતા હતા.

સમગ્ર શ્રાવણ માસમાં ભગવાનને અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા હતા, જેમાં ભગવાનના વિવિધ રૂપના દર્શન થયા હતા.

આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘણા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details