- રાજકોટમાં 6 જેટલા સ્થળોએ વેક્સિન આપવાની પ્રક્રિયા યોજાઈ
- 50 ટકા લાભાર્થીઓમાં વેક્સિન લીધા બાદ સામાન્ય લક્ષણ જોવા મળ્યા
- વેક્સિન લીધા બાદ આ સામાન્ય લક્ષણો : ડૉ. ઉમેદ પટેલ
રાજકોટઃસમગ્ર દેશમાં કોરોના વેક્સિન રસીકરણનું અભિયાન શરૂ થયા બાદ રાજકોટમાં પણ અલગ અલગ 6 જેટલા સ્થળોએ વેક્સિન આપવામાં આવી હતી. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે લાભાર્થીઓએ વેક્સિન લીધી છે. તેમાંથી 50 ટકા લાભાર્થીઓમાં વેક્સિન લીધા બાદ સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે.
રાજકોટ સિવિલમાં વેક્સિન લીધા બાદ 50 ટકા લાભાર્થીઓને સામાન્ય લક્ષણ દેખાયા વેક્સિન લીધા બાદ જોવા મળ્યા સામાન્ય લક્ષણ
સામાન્ય રીતે વેક્સિન લીધા બાદ લાભાર્થીઓને તાવ આવવો, થાક લાગવો, માથું દુખવું સહિતના લક્ષણ જોવા મળતા હોય છે. તેવા જ લક્ષણો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધા બાદ 50 ટકા લાભાર્થીઓને જોવા મળ્યા હતા. રાજકોટમાં 6 અલગ અલગ સ્થળોએ વેક્સિન આપવાની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં આ પ્રકારના લક્ષણો રાજકોટમાં જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે.
તંત્ર દ્વારા એડવર્સ ઈવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન કમિટીની રચના
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિન લીધા બાદ કોઈને આડઅસર થાય તેના માટે તંત્ર દ્વારા એડવર્સ ઈવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટીના હેડ ડૉ. ઉમેદ પટેલે આ અંગે ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ વેક્સિન લીધા બાદના લક્ષણો છે. તેમજ તે સામાન્ય છે. ગમે તે વેક્સિન આપણે લઈએ એટલે આ પ્રકારના લક્ષણો આપણામાં જોવા મળે છે.