રાજકોટઃ ગોંડલ સાટોડીયા સોસાયટીમાં રહેતાં અને યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં સક્રીય સભ્ય પૃથ્વી યોગેશભાઈ જોષીને માણાવદર તરફથી જીજે.ઓ4-7366 નાં ટ્રકમાં ગૌવંશ ભરી મહારાષ્ટ્ર ધુલીયા ધકેલાઇ રહ્યાની બાતમી મળતાં પૃથ્વી જોશીએ યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં અન્ય વિજયભાઈ જાદવ, દેવાંગભાઇ જોશી, દશઁન સાકરવાડીયા ઉપરાંત ગૌસેવકો ગોપાલભાઇ ટોળીયા તથાં ગોરધનભાઈ પરડવાને જાણ કરતાં ગત રાત્રીનાં એક કલાકનાં સુમારે તમામ હાઇવે પર વોચ રાખી બેઠાં હતાં, ત્યારે ઉપરોક્ત ટ્રક પસાર થતાં તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો.
જે બાદ ટ્રક ચાલકે રોકવાને બદલે ફુલ સ્પીડે ટ્રકને ભગાવતા તેનો પીછો કરાયો હતો. ટ્રક રાજકોટ થઇને ચોટીલા તરફ ભાગતા ચોટીલાના ગૌસેવકો દલસુખભાઇ અજાડીયા તથાં જયદિપભાઇ ખાચરને જાણ કરાતાં ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે ટ્રક ઝડપાઈ જતાં ટ્રકમાં તાલપત્રી નીચે કૃરતાપુવઁક બાંધી રખાયેલી નવ જેટલી ગાયોને મુકત કરાઇ હતી.