રાજકોટ:દેશમાં દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. એવામાં દિવાળીને લઈને ધીમે-ધીમે બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે. ત્યારે રાજકોટના રંગોળીના કલરની પણ દેશભરમાં માંગ વધી છે. દિવાળી દરમિયાન લોકો પોતાના ઘરના આંગણામાં તેમજ ઓફિસ સહિતની જગ્યાએ અવનવા પ્રકારની રંગોળી કરતા હોય છે. એવામાં આ રંગોળીના કલર દિવાળી નજીક આવતા બજારોમાં દેખાવા લાગ્યા છે. જ્યારે રાજકોટના સદર બજારમાંથી દેશભરમાં અલગ-અલગ સ્થળોએ હાલ રંગોળી માટેના કલર મંગાવવામાં આવી રહ્યા છે.
Rajkot Colours market: રાજકોટના રંગોળી માટેના કલરની માંગ વધતા રંગોળી બજારમાં રોનક
દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, રાજ્યના વિવિધ શહેરોની બજારોમાં અત્યારથી દિવાળીની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. એવામાં રાજકોટના રંગોળીના કલરની પણ દેશભરમાં માંગ વઘી રહી છે. રંગોળીના કલર માટે પ્રખ્યાત રાજકોટની સદર બજારમાંથી દેશભરમાં અલગ-અલગ શહેરોમાંથી હાલ રંગોળી માટેનો કલર ખુબ મંગાવવામાં આવી રહ્યો છે.
Published : Oct 31, 2023, 8:27 PM IST
રાજકોટના રંગોળી કલરની માંગ:રાજકોટમાં રંગોળી માટેના કલરના વેપારી ભાવેશ અઢિયાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જર્મનમાં જે પ્રકારના કલર જોવા મળે છે તેવા પાંચ કલરનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પર્પલ, જર્મન પિંક, જર્મન ચંદન, તેમજ જર્મન ગ્રીન અને જર્મન ચોકલેટ કલરનો સમાવેશ થાય છે. આ જર્મન કલર મુખ્યત્વે ગુજરાતના અલગ અલગ રાજ્યો માટે તેઓએ બનાવ્યા હતાં, જોકે હવે આ જર્મન કલરની ગામડાઓમાં પણ ખુબ માંગ ખૂબ વધી છે. જર્મન કલર આરસ પત્થરનો ભુક્કો કરી વિવિધ પ્રોસેસિંગ કરીને તેને તૈયાર કરવામાં આવે છે. અને આ કલર તેમને ત્યાંથી બિહાર, ગોવા, બંગાળમાં પણ મોકલવામાં આવે છે. આ વર્ષે રાજકોટ માંથી જોધપુર, રાજસ્થાન, શિરોહી, જયપુર ખુબ મોટા પ્રમાણમાં કલર મોકલવામાં આવ્યો છે.
રંગોળીના કલરમાં કોઈ ભાવ વધારો નહીં:આ વર્ષે દિવાળી દરમિયાન સૌથી વધારે દેશી કલરની માંગણી વધુ જોવા મળી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે ઈંગ્લીશ કલરની માંગણી વધુ પ્રમાણમાં જોવા મળી છે. છેલ્લા ઘણા સમયથી રંગોળીના કલરમાં કોઈ પણ જાતનો ભાવ વધારો જોવા મળ્યો નથી. આ વર્ષે પણ તેજ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. હાલમાં આ કલરનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે હોલસેલમાં 170 રૂપિયામાં 45 કિલો રંગોળી માટેના કલરનો ભાવ છે.