- ધોરાજી-ઉપલેટામાં પતંગના સ્ટોલમાં પોલીસે અચાનક ચેકીંગ કર્યું
- ધોરાજીમાંથી રૂ. 3,130ના મુદ્દામાલ સાથે વેપારી પકડાયો
- ઉપલેટામાંથી રૂ.13,240ના મુદ્દામાલ સાથે વેપારી પકડાયો
રાજકોટના ધોરાજી અને ઉપલેટામાંથી પોલીસે રૂ. 16 હજારના ચાઈનીઝ દોરી અને તુક્કલ પકડ્યા
રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરના જેતપુર રોડ પર આવેલા મયુર બુક સ્ટોર નામના સ્ટોરમાં ચેકીંગ કરતા રૂ. 380ની કિંમતની 19 નંગ ચાઈનીઝ તુક્કલ, રૂ. 2750ની કિંમતની 11 નંગ ચાઈનીઝ દોરી મળી પોલીસે કુલ રૂ. 3130નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ પોલીસે મયુર કોયાણી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.
રાજકોટના ધોરાજી અને ઉપલેટામાંથી પોલીસે રૂ. 16 હજારના ચાઈનીઝ દોરી અને તુક્કલ પકડ્યા ઉપલેટા શહેરમાં અલગ અલગ સ્ટોલમાં ચેકીંગ કરાયું ઉપલેટા પોલીસના પીઆઈ એમ. એન. રાણા અને ઉપલેટા પોલીસ સ્ટાફે પતંગના અલગ અલગ સ્ટોલ પર ચેકીંગ કર્યું હતું. તે દરમિયાન ઉપલેટા ત્રણ કમાન પાસે મુસ્તકીમ ઉર્ફે મુસાભાઈ જબ્બારભાઈ નાગવદરિયાના સ્ટોલમાં ચાઈનીઝ દોરીની ફિરકીઓ અલગ અલગ સાઈઝની 38 નંગ કિંમત રૂ. 13,240ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.