- સ્વજનોને દવાઓ મોકલવામાં સમસ્યાઓ નડી રહી છે
- કુરિયર ચાર્જ ચૂકવ્યા વિના પોતાનું પાર્સલ મેળવી શકશે
- દેશભરમાં 15,000થી વધુનો પ્રતિબદ્ધ સ્ટાફ અવિરતપણે કામ કરી રહ્યો
રાજકોટ : મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સંસ્થાપક અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તેમજ મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન લોકો માટે તેમના સ્વજનોને દવાઓ મોકલવામાં સમસ્યાઓ નડી રહી છે. નાગરિકોને મદદ પૂરી પાડવાના ઉમદા હેતુ સાથે અમે સામાન્ય માણસને કુરિયર સેવાઓ પૂરી પાડવા માટે એક પહેલ હાથ ધરી છે. કોઈપણ વ્યક્તિ તેમના સ્વજનોને દવાઓ પહોંચતી કરવા માંગતા હોય તે ભારતમાં શ્રી મારૂતિ કુરિયરની 2,900 ઓફિસ કે આઉટલેટ્સ પૈકી ગમે ત્યાં પહોંચી શકે છે.
કુરિયર ચાર્જ ચૂકવ્યા વગર પોતાનું પાર્સલ મેળવી શકશે
કુરિયર ચાર્જ આપ્યા વગર દવા મેળવી શકાશે. ગ્રાહકે દવાઓની સાથે દર્દીના આધારકાર્ડની નકલ, ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, મેડિકલ સ્ટોરનું બિલ આપવાનું રહેશે. કંપની ગ્રાહક જ્યાં દવાઓ મોકલવા માંગતા હોય તે સ્થળની નજીક આવેલા શ્રી મારૂતિ કુરિયરના આઉટલેટ પર આ દવાઓ પહોંચતી કરશે. ગ્રાહક આ આઉટલેટ પર જઈને કોઈ પણ જાતનો કુરિયર ચાર્જ ચૂકવ્યા વિના પોતાનું પાર્સલ મેળવી શકશે. કંપનીના સ્ટાફની સલામતી અને ડિલિવરીના સ્થળે બહારના વ્યક્તિઓની સંભવિત પ્રવેશબંધીના નિયમોને ધ્યાનમાં રાખીને શ્રી મારૂતિ કુરિયરની ઓફિસથી ઓફિસ ડિલિવરી કરવામાં આવશે.
આ પણ વાંચો - જામનગરમાં ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર પર યુવાઓ ઉમટ્યા વેક્સિન લેવા