ગુજરાત

gujarat

ETV Bharat / state

Baba Bageshwar : રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ અરજી થઇ - બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર

રાજકોટ પોલીસમાં બાબા બાગેશ્વર ધામ વિરુદ્ધ છેતરપિંડીની અરજી કરવામાં આવી છે. પહેલી જૂને દિવ્ય દરબાર કાર્યક્રમમાં બાગેશ્વર ધામે હિપ્નોટાઇઝ કરીને નાણાં કઢાવી લીધાં હોવાની રજૂઆત સાથે અરજી કરવામાં આવી છે.

Baba Bageshwar : રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ અરજી થઇ
Baba Bageshwar : રાજકોટમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ અરજી થઇ

By

Published : Jun 2, 2023, 9:27 PM IST

Updated : Jun 2, 2023, 9:47 PM IST

હિપ્નોટાઇઝ કરીને નાણાં કઢાવી લીધાં હોવાની રજૂઆત

રાજકોટ : બહુચર્ચિત બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર કાર્યક્રમને લઇને રાજકોટમાં બે દિવસ આવ્યાં છે. ત્યારે આજે પણ એકતરફ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ દેખાતી હતી ત્યાં બપોર બાદ તેમની સામે વિવાદી અરજી થવાનો મામલો ઉછળ્યો હતો. ગઇકાલે યોજાયેલ દિવ્ય દરબાર કાર્યક્રમ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ હેમલ વિઠ્ઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.

શું છે અરજી: આ અરજીમાં હેમલ વિઠ્ઠલાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા તેમને હિપ્નોટાઇઝ કરીને મારા ખિસ્સામાં રહેલા પૈસા માંગવામાં આવ્યા હતા. જેથી તેઓએે આપ્યા હતા. ત્યારબાદ આ પૈસા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા પરત આપવામાં આવ્યા નહોતાં. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકમાં અરજી કરવામાં આવતા ફરી એકવાર બાબા બાગેશ્વર મામલે વિવાદ થતા ચકચાર મચી જવા પામી છે.

હું દિવ્ય દરબારમાં બેઠો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મને હિપ્ટોનાઇસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મે ગભરાઈને મારા ખિસ્સામાં રહેલા પૈસા ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યા હતાં. જ્યારે મને આશા હતી કે દિવ્ય દરબાર પૂર્ણ થયા પછી મને મારા પૈસા પરત મળશે. પરંતુ ત્યારબાદ મને મારા પૈસા મળ્યા નહોતા. જેના કારણે મે દિવ્ય દરબારના આયોજકોનો આ મામલે સંપર્ક કર્યો હતો પરંતુ તેમને મને કહ્યું કે દિવ્ય દરબારમાં તમે પૈસા આપ્યા હતાં હવે તેની જવાબદારી તમારી છે. તેમજ આ મામલે અમે બનતા પ્રયાસ કરશું...હેમલ વિઠ્ઠલાણી (ફરિયાદી)

શું હતો સમગ્ર મામલો : રાજકોટ હેમલ રમેશભાઈ વિઠ્ઠલાણીએ પોલીસ મથકમાં એક અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ 1-6-2023ના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલ દિવ્ય દરબારમાં ગયો હતો. જ્યાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી વિવિધ શ્રદ્ધાળુઓને મંચ પર બોલાવીને તેના પ્રશ્નોનો નિકાલ કરતા હતાં. જ્યાં બાગેશ્વર ધામ દ્વારા ઉપસ્થિત ભક્તો પાસેથી અન્યને મદદ કરવા માટે નાણાં અપાવવાની આ ઘટના બની હતી.

બાગેશ્વર ધામ વિરુદ્ધ છેતરપિંડીની અરજી

13 હજાર રુપિયા આપ્યાં :ફરિયાદીએ જણાવ્યાં પ્રમાણે દિવ્ય દરબાર દરમિયાન એક જામનગરના શ્રદ્ધાળુને પૈસાની જરૂર પડતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિવિધ શ્રદ્ધાળુઓને પૈસા આપવા માટે જણાવ્યું હતું. ત્યારે મને પણ પોતાના ખિસ્સા ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં કારણે મે મારા ખિસ્સા ખાલી કર્યા હતાં અને મારી પાસે રહેલા અંદાજે 13 હજાર રૂપિયા બાબાને આપ્યા હતાં. જો કે આ ઘટના દરમિયાન હું ડરી ગયો હતો માટે મે પૈસા આપ્યાં હતાં.ઉલ્લેખનિય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ પોલીસ અરજી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

  1. Baba Bageshwar in Gujarat: હવે રાજનેતાઓ પણ બાબાના શરણે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ લીધા બાબા બાગેશ્વરના આશીર્વાદ
  2. Bageshwar Dham in Rajkot : રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા મેડિકલ સેવા આપશે
  3. Bageshwar Dham Controversy : ' ઘરે બેસીને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા જોવી જોઈએ ' સંગીતા પાટીલે બાપુને આપી સલાહ
Last Updated : Jun 2, 2023, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details