રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકોટના આસપાસના ચાર ગામોને રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકોટના આસપાસના ચાર ગામોને રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા મોટા મોવા, યુનિવર્સિટી નજીક આવેલા મુંજકા ગામ, જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્વર અને માધાપર ગામને ગુરુવારે વિધિવત રીતે રાજકોટ મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જામનગર રોડ પર આવેલા માધાપર અને ઘંટેશ્વર ગ્રામજનોએ રાજકોટ મનપા સાથે મળવાની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવતાં ગામમાં રાજકોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની હદ વધી છે.