ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2019, 2:14 AM IST

ETV Bharat / state

પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયા વિરુદ્ધ રાજકોટમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટઃ પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણીયા વિરુદ્ધ રાજકોટના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વેટ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, દિનેશે ચાર વર્ષ દરમિયાન શહેરના ન્યુ જાગનાથ મેઈન રોડ પર આવેલી ક્રેડીટ કોર્નરમાં શ્રીનાથજી કોટલીક પ્રા.લી. નામની કંપનીમાં રૂની ગાંસડીઓનું ખરીદ વેચાણના ધંધામાં ડીરેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેને રાજકોટમાં કરેલ આ વેપારનો 73.25 કરોડનો વેટ નહીં ભરતા આ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફાઈલ ફોટો

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભુમિકા ભજવનાર પાસના પૂવ નેતા દિનેશ બાંભણીય વિરુધ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ છે. વેટ વિભાગના અધિકારી દ્વારા રાજકોટ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાઈ હતી. જેમાં આરોપી તરીકે જસદણના તાલુકાના કમળાપુર ગામે રહેતા અને પાસના પૂર્વ કન્વીનર દિનેશ ભગવાનજી બાંભણીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ક્રેડીટ કોર્નરમાં શ્રીનાથજી કોટલીક પ્રા.લી. નામની કંપનીમાં રૂની ગાંસડીઓનું ખરીદ વેચાણ કરતા દિનેશ બાંભણીયા ડીરેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેમજ વર્ષ 2010થી 2014 દરમિયાન કંપનીએ કરેલા વેપારના 73,25,10,310નો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હોય છે. વેટ કંપની દ્રારા આ પ્રાઈવેટ લીમીટેડ કંપનીને અનેક વખત નોટીસ આપવા છતાં કંપનીના ડારેકટરે એકપણ નોટીસનો જવાબ આપ્યો નહોતો. તેમજ કોઈ પણ હિસાબ પણ રજુ કરવામાં આવ્યો ન હતો, જેને લઈને વેટ વિભાગના અધિકારીઓ દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details