ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને થયો ડેન્ગ્યુ - Former Governor of Karnataka

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને ડેન્ગ્યુ (vajubhai vala dengue) થતા તેમને તુરંત સારવાર અર્થે રાજકોટની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જુઓ આ અહેવાલમાં.

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને થયો ડેન્ગ્યુ
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાને થયો ડેન્ગ્યુ

By

Published : Sep 11, 2022, 4:10 PM IST

રાજકોટ:કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન એવા વજુભાઈ વાળાને ડેન્ગ્યું (vajubhai vala dengue) થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વજુભાઈ વાળાને ડેન્ગ્યું થતા હાલ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

બીએલ સંતોષ વજુભાઇને મળ્યા

બીએલ સંતોષ વજુભાઇને મળ્યા: વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીએ કમરકસી છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ હાલમાં ગુજરાતમાં ધામા નાખ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા (Former Governor of Karnataka ) ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત સામે આવ્યા છે. રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે વજુભાઈ વાળા સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરતા રાજકારણ ગરમાયું છે. હાલમાં ઓગસ્ટ માસના અંતમાં આ બેઠક મળી હતી.

મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા

મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા:રાજકોટમાં રાણીગાવાડીની બેઠક પૂર્ણ કરી બીએલ સંતોષ વજુભાઇને મળવા ગઈકાલે મોડી સાંજે પહોંચ્યા હતા. બીએલ સંતોષ સાથે વી.રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા આ બેઠકમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં વજુભાઈ વાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. રાજકોટમાં બંધ બારણે મળેલી વજુભાઈ સાથેની બેઠક રાજકીય રીતે ચર્ચાનો વિષય બની હતી.

ABOUT THE AUTHOR

...view details