ગુજરાત

gujarat

ETV Bharat / state

મોજશોખ માટે યુવાનોએ બાઇકની ચોરી કરી, એક સગીર સહિત 2ની ધરપકડ - Rajkot

રાજકોટ: રાજકોટ ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે બે ઇસમોને ગ્રીનલૅન્ડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા હતા. આ બન્ને ઈસમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બે જેટલા બાઇકની ચોરી કરવામાં આવી હતી. જેની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે બંને ઈસમો દ્વારા મોજશોખ પુરા કરવા માટે બાઈક ચોરી કરતા હતાં. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

gnjhmj

By

Published : Jun 18, 2019, 5:39 PM IST

રંગીલા રાજકોટમાં બે યુવાન જેમાં એક સગીર વયનો છે, આ બન્ને યુવાનોએ સાથે મળીને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હતી. ત્યારબાદ આ યુવાનો બાઈક પર અલગ કલર કરી તેની નંબર પ્લેટ બદલી નાખતા અને બાઈકનો ઉપયોગ પણ કરતા હતા. જે અંગેની બાતમી ક્રાઈમબ્રાન્ચને મળતા બંને ઇસમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

જેના આધારે શહેરના ગ્રીનલૅન્ડ ચોકડી નજીકથી યુવાન બાઈક લઈને નીકળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા યુવાનમાંથી સાગર ઉર્ફ પોપટ બાબુભાઇ ચૌહાણ અને અન્ય એક સગીર વયનો યુવાન છે. બંને ઇસમોની પૂછપરછ કરતા સામે આવ્યું છે, કે તેઓ મોજશોખ પુરા કરવા માટે બાઈક ચોરીના રવાડે ચડ્યા હતા, તો ક્રાઈમબ્રાન્ચે ઈસમો પાસેથી બે બાઈક પણ કબ્જે કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details