ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીએ કરી આત્મહત્યા - ઠેબચડા ગામ રાજકોટ

રાજકોટમાં પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. આ વિદ્યાર્થિની શાળાએ મોબાઈલ લઈને આવતા શિક્ષકે તેના પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તેના પિતાએ વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો.

Rajkot Crime: પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીએ કરી આત્મહત્યા
Rajkot Crime: પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીએ કરી આત્મહત્યા

By

Published : Feb 28, 2023, 8:30 PM IST

રાજકોટઃહાલમાં રાજ્યમાં નાનીનાની બાબતે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીએ પણ પોતાના ઘરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાનું કારણ બહાર પણ આવ્યું છે, જેમાં તેના પિતાએ તેને મોબાઈલ શાળાએ લઈ જવાની ના પાડતા તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું.

આ પણ વાંચોઃDoctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

ઠેબચડા ગામની ઘટનાઃ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાજકોટની ભાગોળે આવેલા ઠેબચડા ગામે રહેતી અંકિતા સોમદેવભાઈ વાછાણી નામની ધોરણ 12ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે સવારે આત્મહત્યાકરી લીધી હતી. જ્યારે આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અંકિતાને તેના પિતાએ સ્કૂલમાં મોબાઈલ ન લઈ જવા કહ્યું હતું. આના કારણે અંકિતાને માઠું લાગી ગયું હતું અને આ પ્રકારનું તેને પગલું ભર્યું હતું.

મોબાઈલ મામલે શિક્ષકે પિતાનું ધ્યાન દોર્યુંઃઅંકિતા રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તે ગઈકાલે શાળાએ મોબાઈલ લઈને ગઈ હતી. આ બાબતની જાણ શિક્ષકને થતા શિક્ષકે અંકિતાના પિતાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ઘરે આવ્યા પછી અંકિતાના પિતાએ અંકિતાને હવેથી શાળાએ મોબાઈલ ન લઈ જવા કહ્યું હતું. સાથે જ તેની પાસેથી મોબાઈલ પણ લઈ લીધો હતો. આના કારણે અંકિતાને માઠું લાગી ગયું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃVadodara Crime : વ્યાજખોરની ધમકીથી તંગ યુવકે આત્મહત્યા કરી, પરિવાર ગયો હતો લગ્નપ્રસંગમાં

પોલીસે શરૂ કરી તપાસઃધોરણ 12ની વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આ મામલે આજીડેમ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. બીજી તરફ અંકિતાના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. Etv દ્વારા સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકના પીઆઇ ખોડુભા કરપાડા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
Body:પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીનો આપઘાત Conclusion:પિતાએ મોબાઈલ લઈને શાળાએ જવાની ના પાડતા પુત્રીનો આપઘાત

ABOUT THE AUTHOR

...view details