ગુજરાત

gujarat

By

Published : Feb 22, 2021, 3:08 PM IST

ETV Bharat / state

ધોરાજીના ગામડાઓમાં પોલીસ દ્વારા ફૂટપેટ્રોલિંગ હાથ ધરાયું

ધોરાજી તાલુકાના સુપેડી ઝાંઝમેર, ઉમરકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્બારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

  • ચૂંટણીને અનુલક્ષીને ફૂટપેટ્રોલિંગ અને ફ્લેગ-માર્ચ યોજાઈ
  • ભાજપ ઉમેદવાર દ્વારા ઝેરી દવા પણ પીવામાં આવી હતી
  • ચૂંટણીના દિવસે ડ્રોન અને વીડિયો દ્વારા સર્વેલન્સ ટીમ દ્બારા દેખરેખ

રાજકોટ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ફૂટપેટ્રોલિંગ અને ફ્લેગ-માર્ચ યોજાઈ હતી. થોડા દિવસો પહેલા ઝાંઝમેરની ધોરાજી તાલુકા-પંચાયત સીટના ભાજપ ઉમેદવાર દ્વારા ઝેરી દવા પણ પીવામાં આવી હતી.

પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

કાયદની વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સજ્જ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસતંત્ર દ્બારા સજ્જતા દાખવવામાં આવી હતી.

62માંથી 34 મતદાન મથકો સંવેદનશીલ

ધોરાજી તાલુકાના કુલ 62 મતદાન મથકોમાંથી 34 મતદાન મથકો સંવેદનશીલ છે. પોલીસતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણીના દિવસે ડ્રોન અને વિડિયો દ્વારા સર્વેલન્સ ટીમ દ્બારા દેખરેખ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details