રાજકોટશહેરના ત્રંબામાં આવેલી ગ્લોબલ આર્યુવેદિક કૉલેજમાં (Global Ayurveda College Rajkot) આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં વિવાદ સામે આવ્યો છે. અહીં અતિ નબળી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ભોજનમાંથી જીવજંતુ નીકળતા વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થી નેતા અને કૉંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતને ફરિયાદ કરી હતી.
વિદ્યાર્થિનીઓએ મેનેજમેન્ટને કરી રજૂઆતઆ અંગે વિદ્યાર્થીઓએ કૉલેજના (Global Ayurveda College Rajkot) મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ મહેતા અને પ્રિન્સિપાલ સમક્ષ અનેક રજૂઆત પણ કરી હતી. તેમ છતાં છેલ્લા 15 દિવસથી જમવાની ગુણવત્તામાં કોઈ સુધારો આવ્યો નથી. તેવું હોસ્ટેલની (food Insects in Girls Hotel) વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે. અત્યારે હોસ્ટેલમાં 96 વિદ્યાર્થીનીઓ છે. અહીં ચાથી માંડી બંને ટાઈમ જમવાનું અતિ નબળું આવતા છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થિનીઓ અહીંયાનું જમતી પણ ન હોવાનું સામે આવ્યું છે.
હોસ્ટેલમાં 1 વર્ષની ફી 72,000હોસ્ટેલમાં (food Insects in Girls Hotel) રહેતી એક વિદ્યાર્થિનીઓની વર્ષની 72,000 રૂપિયા ફી છે. હવે જ્યારે અહીં જમવાનું ખરાબ અને જીવજંતુ સાથેનું આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે વિદ્યાર્થિનીઓએ અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં જમવામાં સુધાર આવતો જ નથી. સામાન્ય રીતે જમવામાં કિડી-મકોડા આવતા હતા. ને હવે તો જમવામાં કેટલીક વાર કિડી મકોડાની સાથે સાથે ઘણી વાર વંદા, માખી, ઈયળ પણ (food Insects in Girls Hotel) નીકળે છે.