રાજકોટ:રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા દિવસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ અગાઉ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા 1600 કિલોગ્રામ જેટલો અખાદ્ય પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. શુક્રવારે પકડાયેલા પનીરનો જથ્થો હાલ તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
બાલીશ પંજાબી ઢાબામાં દરોડા:સર્વેશ્વર ચોકમાં દરોડાની કાર્યવાહીને લઈને ફૂડ વિભાગના અધિકારી એવા ડો.હાર્દિક મહેતાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ત્રણ દિવસ પહેલા ફૂડ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત પનીરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ફૂડ વિભાગ દ્વારા આજે સર્વેશ્વર ચોકમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડો પાડવામાં આવ્યો છે અને પનીરની લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેનું સેમ્પલ લઈને તેને લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યું છે.'
'ડુપ્લીકેટ અને અને ભેળસેળ યુક્ત પનીર આરોગવાના કારણે મોટા પ્રમાણમાં આંતરડા અને જઠરના રોગ થાય છે. ફૂડ પોઈઝનિંગ અને વોમિટિંગ થવાની પણ શક્યતા રહી છે અને આ પનીર આરોગવાના કારણે ગંભીર બીમારીઓ પણ થાય છે. ત્રણ દિવસ પહેલા પકડાયેલા મોટો જથ્થો નષ્ટ કરી દેવામાં આવ્યો છે. આજે સર્વેશ્વર ચોક વિસ્તારમાં પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા પનીરને લઈને મોટાપાયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.' - ફૂડ અધિકારી