રાજકોટ:મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ચુનારવાડ ચોકમાં આવેલ એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક ચોંકાવનારી બાબત સામે આવી છે. જ્યારે ગોડાઉનમાં દાબેલા ચણા બનાવવામાં આવતા હતા. તેમજ આ ચણામાંથી બનાવવામાં આવતા હતા તે ચનાનો જથ્થો સડેલો અને પાણીમાં તેમજ ફૂગ વાળો ઝડપાયો છે. ફૂડ વિભાગના દરોડા દરમિયાન અંદાજે 4 ટન જેટલો સડેલા ચણાનો જથ્થો ઝડપાયો છે. તેમજ મોટી માત્રામાં દાઝીયું તેલ સહિત દાબેલા ચણાનો છૂટક અને પેકિંગ જથ્થો પણ ઝડપાયો છે. હાલ આ મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે.
Rajkot News: તહેવારોની મોસમ વચ્ચે રાજકોટમાં 4 ટનથી વધુ ચણાનો અખાદ્ય જથ્થો જપ્ત - રાજકોટ સમાચાર
તહેવારો નજીક આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યો હતો. રાજકોટ ફૂડ વિભાગને દરોડા દરમિયાન અંદાજે 4 ટન જેટલો સડેલા ચણાનો જથ્થો ઝડપાયો છે. ફૂડ વિભાગને તપાસ કરતા દાઝીયું તેલ સહિત દાબેલા ચણાનો છૂટક અને પેકિંગ જથ્થો પણ ઝડપાયો છે. હાલ હજુ પણ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published : Aug 25, 2023, 12:44 PM IST
"છેલ્લા ઘણા દિવસથી ફૂડ વિભાગની ટીમ દ્વારા રેકી કરવામાં આવી રહી હતી. ચુનારાવાડ ચોક નજીક એક ચેપેલ ચણા બનાવવાનું ખૂબ મોટું ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. તેમજ ખૂબ જ ગંદકી વચ્ચે આ ચેપેલ ચણા તૈયાર કરવામાં આવતા હતા. ત્યારે આજે બુર બાદ ફૂડ વિભાગની ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન સામે આવ્યું છે કે અહીંયા ખુલ્લામાં રાખવામાં આવેલ ચણાનો જથ્થો સડી ગયો હતો. તેમાં જીવાત અને ફૂગ તેમજ કરોળિયાના ઝાડા જોવા મળ્યા હતા. આ બાબત ખૂબ જ ગંભીર છે."--હાર્દિક મહેતા (ફૂડ ઓફિસર, રાજકોટ મનપા)
ગંદકી વચ્ચે બનાવવામાં આવતા હતા ચેપેલ ચણા: ફૂડ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા જે ચેપેલ ચણા બનાવવામાં આવી રહ્યા હતા. તે પણ ખુલ્લામાં જમીન પર બનાવામાં આવી રહ્યા હતા અને ખૂબ જ ગંદકી વચ્ચે બનાવવામાં આવતા હતા. જ્યારે આ ચેપેલા ચણા જે વેચવામાં આવી રહ્યા છે. તેના પેકેટ પર કોઈ પણ બેચ નંબર કે એક્સપાયરી ડેટ સહિતની વસ્તુઓ પણ લખવામાં આવી નથી. આ સાથે જ જે તેલમાં આ ચેપેલ ચણા બનાવવામાં આવતા હતા. તે તેલ ઓન ખૂબ જ દાજિયા તેલ હતું. જે પણ ખાવા લાયક ન કહી શકાય તેવું તેલ અહીંથી મળી આવ્યું છે. હવે આ મામલે અહીંથી જે પણ વસ્તુઓ મળી આવી છે. તેનો નાશ કરવામાં આવશે અને ગોડાઉન માલિકને આ મામલે નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.