રાજકોટ : બુધવારના દિવસે હનુમાન જ્યંતી અને ગુરુવારે શબે બારાત હોવાથી, કોરોનાના કહેર અને લૉકડાઉનના ચૂસ્ત બંદોબસ્તને ધ્યાનમાં લઈ ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ અને આટકોટમાં પોલીસ અધિક્ષક દ્વારા સાંજે પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.
રાજકોટના તમામ તાલુકામાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ નીકળી - ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ અને આટકોટ ફ્લેગમાર્ચ
બુધવારના દિવસે હનુમાન જ્યંતી અને ગુરુવારે શબે બારાત હોવાથી, કોરોનાના કહેર અને લૉકડાઉનના ચૂસ્ત બંદોબસ્તને ધ્યાનમાં લઈ ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ અને આટકોટમાં પોલીસ અધિક્ષક દ્વારા સાંજે પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.
![રાજકોટના તમામ તાલુકામાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ નીકળી flag march of police in rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6717253-901-6717253-1586364684107.jpg)
રાજકોટના તમામ તાલુકામાં પોલીસ દ્વારા કાફલા સાથે ફ્લેગ માર્ચ કરાયું
હિન્દુ, મુસ્લિમ લોકોને મંદિર કે મસ્જિદ પાસે એકઠા ન થવા સૂચના આપવામાં આવી હતી. તદુપરાંત શહેરમાં કેટલાક લોકો દ્વારા આંટાફેરા કરવામાં આવી રહ્યા હોવાથી, તેઓની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવી હતી. તેમજ ઘણા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.