રાજકોટઃ લોકડાઉન પાર્ટ-3નું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ તંત્ર ખડેપગે છે. જિલ્લા પોલીસ વડાએ ગોંડલ શહેરમાં ફ્લેગ માર્ચ યોજી પ્રજાજોગ સંદેશો આપ્યો હતો કે, લોકોએ સાંજના સાતથી સવારના સાત સુધી ફરજિયાત ઘરમાં જ રહેવાનું રહેશે.
લોકડાઉનઃ ગોંડલમાં પોલીસવડાએ ફ્લેગ માર્ચનું આયોજન કર્યું
રાજકોટમાં પોલીસે લોકડાઉન પાર્ટ-3નું પાલન કરાવવા માટે ફ્લેગ માર્ચનું આયોજન કર્યુ હતું. જેનો ઉદ્દેશ્ય લોકોને લોકડાઉનના નિયમનો પાલન કરવા અંગે માહિતગાર કરવાનો હતો.
મોર્નિંગ વોક, ઇવીનિંગ વોક માટે ઘરની બહાર નીકળવું નહીં, 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેના બાળકોએ ઘરમાં રહેવાનું ખાસ પાલન કરવું, મેડિકલ ઈમરજન્સી હોય તો જ બહાર નીકળવું અન્યથા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કારખાના કે ફેક્ટરીઓમાં કામ કરતા લોકોએ સાંજે સાત પહેલાં જ ઘરે પહોંચી જવાય તે રીતે આયોજન કરવાનું રહેશે. જિલ્લામાં 90 ટકા લોકો જાહેરનામાનું પાલન કરી રહ્યા છે. પરંતુ પાલન ન કરી રહેલા બાકીના 10 ટકાને પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.