રાજકોટમહાનગરપાલિકા દ્વારા આવાસયોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ આવાસ યોજનાઓને (Rajkot Housing Schemes) IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ(Awarded Green Building Certificate) એનાયત કરવામાં આવ્યા છે.
મોમેન્ટો આપવામાં આવ્યોગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ(Green Building Certificate)કરવામાં આવ્યા જેમાં લાલા લજપતરાય ટાઉનશીપ, ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, શહીદ ભગતસિંહ ટાઉનશીપ, શહીદ સુખદેવ ટાઉનશીપ અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ આવાસ યોજનાને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવ્યો છે.
આવાસોની કામગીરી પૂર્ણઆવાસ યોજનાઓ(Pradhan Mantri Awas Yojana) અંતર્ગત આશરે 32000થી વધારે આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સમાજના ઓછી આવક ધરાવતા તેમજ મધ્યમવર્ગીય સહીત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને EWS તથા LIG પ્રકારના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ વિગેરે જેવી જરૂરી તમામ આંતર માળખાકીય સુવિધાઓ આપવામાં આવી છે. આ આવાસ યોજનાઓમાં (Rajkot Housing Schemes) આવાસોની સાથે આંગણવાડી તેમજ શોપીંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવે છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે.
વ્યવસ્થા કરવામાં આવે જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલની સુવિધા, કોમન લાઈટીંગ માટે LED બલ્બનો ઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુનઃઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમના કારણે મહત્તમ સમય દરમ્યાન વરસાદી પાણીના થયેલ જળ સંચયનો ઉપયોગ થઇ શકે તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડિંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવ્યું છે.
ક્રોસ વેન્ટીલેશન તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે. રાજકોટની પાંચ આવાસ યોજનાઓને IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ એનાયત રાજકોટની પાંચ આવાસ યોજનાઓને IGBC( Indian Green Building Council) દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે.