- રાજકોટમાં પૂર્વ કોંગી કોર્પોરેટરના પતિ સહિત ત્રણની ધરપકડ
- નવા કાયદા મુજબ રાજકોટ શહેરમાં પ્રથમ વખત જ કાર્યવાહી
- પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ
રાજકોટઃ શહેરમાં લેન્ડ ગ્રેબીંંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં શહેર કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાના પતિ સહિત 3 લોકોનો સમાવેશ થાય છે. આ શખ્સો દ્વારા વાવડી ગામની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં પ્રથમ લેન્ડ ગ્રેબીંંગ એક્ટ હેઠળ કાર્યવાહી
ગુજરાત સરકાર દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ નવો કાયદો અમલમાં અલવામાં આવ્યો છે. આ નવા કાયદા મુજબ રાજકોટ શહેરમાં પ્રથમ વખત જ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં આ નવા લેન્ડ ગ્રેબીંંગ એક્ટ હેઠળ એક દિવસ અગાઉ ચાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં નવા કાયદા હેઠળ પ્રથમ વખત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
કોંગી મહિલાના પતિકોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ
રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબીંંગ એક્ટ હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો છે. જેમાં પોલીસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 12ના પૂર્વ મહિલા કોંગી કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાના પતિ કનકસિંહ સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો દ્વારા વાવડી ગામમાં આવેલી જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યાની ફરિયાદ રાજકોટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવતા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.