રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં રાખવામાં આવેલી બાઇકમાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગવાના કારણે બાઈક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું. અચાનક આગને જોઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને દોડાદોડી જોવા મળી હતી.
રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રાખેલી બાઈકમાં લાગી આગ - gujaratinews
રાજકોટઃ શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલી જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં અચાનક એક બાઈકમાં આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટનાને પગલે કચેરી ખાતે આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે આગ લાગવાની થોડી જ ક્ષણોમાં ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.
રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રાખેલી બાઈકમાં લાગી આગ
તો બીજી તરફ તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાઇકમાં ક્યાં કારણોસર આગ લાગી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.