રાજકોટમાં ભીડવાળા વિસ્તારોમાના એક એવા યાજ્ઞિક રોડ પર આવેલી દેના બેંકના ATMમાં અચાનક આગ લાગી હતી. જેની જાણ ફાયરવિભાગને થતા તાત્કાલિક બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટમાં દેના બેંકના ATMમાં શોર્ટ સર્કિટથી લાગી આગ - Bhavesh Sondarva
રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી દેના બેંકના ATM મશીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે ઘટનાની જાણ ફાયરવિભાગને થતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.
rjt
સદનસીબે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ બેંકનું ATM બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોય શકે છે.