- રાજકોટના રેમ્બો સિટી એપાર્ટમેન્ટ લાગી આગ
- ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચતા આગ પર મેળવાયો કાબૂ
- કોઈ જાનહાની થયાની ઘટના સામે આવી નથી
રાજકોટઃ રાજકોટના મોટામવા વિસ્તારના આગ લાગવાની ઘટના સામે આવી છે. મોટામોવા વિસ્તારમાં આવેલા રેમ્બો સિટી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેને લઇને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહીં હોવાનું પણ હાલ જોવા મળી રહ્યું છે.