- મગફળીના ગોડાઉનમાં લાગી આગ
- રાજકોટ અને ગોંડલના ફાયર ફાઈટરો ઘટના સ્થળે
- તિરૂપતિ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં લાગી આગ
ગોંડલ: ઉમવાડા રોડ પર આવેલા તિરૂપતિ ઈન્ડસ્ટ્રીઝના મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને લઈને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને મગફળીના ગોડાઉનમાં ભભૂકી ઉઠેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના આ બનાવમાં મગફળીની ગુણો અને ખાલી બારદાન સહિતનો ઘણો જથ્થો બળી ગયો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં મોડી રાતે ભંગારના ગોડાઉનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં