રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર ડૉ. હરેશ ઝાલા અને એક વિદ્યાર્થીની પાસે PHD કરાવી આપવાના બદલામાં ફોન પર બિભત્સ માંગણી કરતી ઓડિયો કિ્લપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો ક્લિપ મામલોઃ પ્રોફેસર વિરૂદ્ધ દાખલ થશે પોલીસ ફરિયાદ - સિન્ડિકેટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો કલીપ મામલે પ્રોફેસર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પ્રોફેસરે વિદ્યાર્થી પાસે પીએચડી કરાવી આપવા સામે વિદ્યાર્થી પાસે બિભત્સ માંગણી કરી હતી. આ ઓડિયો ક્લિપ મામલે પ્રોફેસર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
આ બાદ વિદ્યાર્થીની અને પ્રોફેસર દ્વારા આ મામલે પોતાનો જવાબ યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. જેમાં બન્નેએ ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજના હોવાનું યુનિવર્સિટીને જણાવ્યું હતું. આ બાબતે યુનિવર્સિટીમાંથી પ્રોફેસર હરેશ ઝાલાને ક્લિનચિટ આપવામાં આવી હતી, પરંતું બુધવારે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. તેમજ ઓડિયો ક્લિપને પણ તપાસ અર્થે FSLમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ નિવૃત્ત જજની કમીટી દ્વારા કરવામાં આવશે.