રાજકોટ: ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલને લઈને DYSPની પ્રેસ - ગૌસેવકો
ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં શનિવારે રાત્રે પાંજરાપોળથી લઈ જેલચોક સુધી હથિયારો સાથે જૂથ આમને સામને આવી ગયા હતા.
ગોંડલમાં પશુધનને કતલખાને લઈ જવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ
રાજકોટ : ગોંડલમાં ગત શનિવારે રાત્રે પશુધનને કતલખાને લઈ જવાતા તેને ગૌસેવકો દ્વારા અટકાવવા જતા બે જૂથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. જેના પગલે પોલીસ દ્વારા બંને જૂથ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યા બાદ હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા મંગળવારના રોજ ગોંડલ બંધના એલાન બાદ શહેરમાં ભારે ઉતેજનાનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા બંધના ખોટા મેસેજ ન દોરાવવા જણાવવામાં આવ્યું છે.