- બબાલની ઘટનામાં ફાયરિંગ પણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
- સામાન્ય બોલાચાલીએ ઉગ્ર રૂપ કર્યું હતું ધારણ
- બબાલમાં ઇજાગ્રસ્તલોકોને 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા હતા
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં બે જૂથ વચ્ચે થયેલ બબાલમાં મારામારી થઈ હતી. ઉપલેટાના ચીખલિયા ગામે થયેલ જૂથ અથડામણમાં દસ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. સામાન્ય ખાતર લેવાની બાબતની બબાલ ઉગ્ર બનતા એકબીજા પર હુમલો કરાયો હોવાનું આવ્યું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ મહેસાણા: નવા મકાન માટે પુત્રોએ કરી પિતાની હત્યા
જેતપુર નાયબ પોલીસ અધિક્ષક પણ ઉપલેટા આવી પહોંચ્યાં
આ બબાલમાં થયેલ મારામારીમાં ઘવાયેલી વ્યક્તિઓને 108 મારફત ઉપલેટા ખાતે ખસેડાયાં હતાં. સામાન્ય બાબત ઉગ્ર બનતાં સર્જાયેલી મોટી બબાલની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ઉપલેટા તેમજ આસપાસની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જેતપુર નાયબ પોલીસ અધિક્ષક પણ ઉપલેટા આવી પહોંચ્યા હતાં. ઉપલેટામાં થયેલી બબાલની ગંભીરતાને લઈને જેતપુર પોલીસ ડિવિઝનના નાયબ પોલીસ વડા સાગર બાગમાર પણ ઉપલેટા ખાતે દોડી ગયાં હતાં.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે ગુજરાતના ગૃહ પ્રધાન પર કર્યા ગંભીર આક્ષેપો