ગુજરાત

gujarat

ETV Bharat / state

માતાજીના દર્શને જતા નડ્યો અકસ્માત, પિતા-પુત્રનું મોત - rajkot PGVCL

રાજકોટઃ શહેરમાં રહેતા પિતા-પુત્રનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. તેઓ પરિવાર સાથે વંથલી માતાજીના દર્શને જતા હતા. તે દરમિયાન ગંંભીર અકસ્માત થતાં બંનેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં પિતા-પુત્રનું અકસ્માતમાં મોત

By

Published : Oct 31, 2019, 3:16 PM IST

રાજકોટ PGVCLના એન્જીનીયર કુશાલ શાહ પરિવાર સાથે વંથલી માતાજીના દર્શને જતા હતા. તે દરમિયાન જેતપુર નજીક અકસ્માત થતા 0પિતા પુત્રનું મોત થયું છે. જ્યારે ત્રણ જેટલાં લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર અર્થે જેતપુર અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં પિતા-પુત્રનું અકસ્માતમાં મોત

આ કારમાં કુલ 5 લોકો સવાર હતા. જે જૂનાગઢના જિલ્લાના વંથલી ગામે પુત્રી અને જમાઈ સાથે જઈ રહ્યા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details