ગુજરાતની પહેલી વિન્ટેજ ઈ-કાર રાજકોટઃ રંગીલા રાજકોટમાં પિતા પુત્રની જોડીએ ઇલેક્ટ્રીક વિન્ટેજ કાર બનાવી (Electric vintage car) છે. જે જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે અંદાજિત 3 લાખના ખર્ચમાં આ એક વિન્ટેજ કાર તૈયાર થાય (vintage car worth 3 lakhs) છે. જેના નિર્માણ કામમાં સતત ત્રણ મહિના સુધી પિતા પુત્રની જોડીએ મહેનત કરી છે અને આખરે આ ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર તેમને તૈયાર કરી (vintage car worth 3 lakhs) છે અને બજારમાં વહેંચવા માટે મૂકી છે. હજુ આ કારનું એક જ મોડેલ બનાવવામાં આવ્યું છે. જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. આ કાર માત્ર 3 લાખ જેવી કિંમતમાં તૈયાર કરવામાં આવી (vintage car worth 3 lakhs) છે.
ત્રણ મહિના સુધી દિવસ રાત મહેનત કરી:વિન્ટેજ કાર (vintage e car rajkot) બનાવનાર ભાવિક ચૌહાણે (bhavik chauhan vintage e car maker) જણાવ્યું હતું કે મારા પિતાને નાનપણથી જ કાર બનાવવાનું સપનું હતું પરંતુ આર્થિક તંગીના કારણે અમે આકાર બનાવી શક્યા નહોતા. જ્યારે હવે આર્થિક સ્થિતિ સુધરતા અમે ઈલેક્ટ્રીક વીન્ટેજ કાર બનાવી છે. આ કાર અમે ત્રણ મહિનામાં બનાવી છે અને દિવસ રાત કામ કર્યું છે. જ્યારે આ કાર અંદાજિત 3 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અમે તેને બજારમાં પણ વેચવા મૂકી છે. આ કાર ઇલેક્ટ્રિક કાર હોવાના કારણે લોકોને પણ પોસાઈ તેઓ ભાવ પણ રાખવામાં આવ્યો છે. જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચોવિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાશે
રોયલ ઍન્ડફિલ અને મારુતિ સુઝુકી પાર્ટ્સનો ઉપયોગ:વિન્ટેજ કાર (vintage e car rajkot) તૈયાર કરવા માટે રોયલ ઍન્ડફિલ અને મારુતિ સુઝુકી કંપનીના પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ કારને સહેલાઈથી મેન્ટેનન્સ કરી શકાય. આ સાથે જ કારને વિન્ટેજ કાર (vintage e car rajkot) જેવો આકાર આપવામાં આવ્યો છે. જેના કારણે કારના શોખીનોને આકાર ખૂબ જ પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં પિતા પુત્રની જોડીએ ત્રણ જેટલી કાર બનાવી છે. જ્યારે આ ગામમાં દિવસોમાં વધુ નવી કાર બનાવવા માટેની કામગીરી શરૂ છે. જ્યારે આ કાર ખરીદનારને કોઈ પણ કારની સમસ્યા સર્જાય તો તેને ફરી અહીંયા રીપેરીંગ પણ કરી આપવામાં આવશે.
આ પણ વાંચોઆંધ્ર પ્રદેશ સરકારનો અનોખો સર્વે, શું તમારા ઘરમાં ઘરમાં લગ્નેતર સંબંધો છે?
ઇલેક્ટ્રિક કાર સ્પીડ 45થી વધુ નહિ:ઇલેક્ટ્રિક વિન્ટેજ કારનું (vintage e car rajkot) નિર્માણ કરનાર ભાવિક ચૌહાણએ વધુમાં જણાવ્યું (bhavik chauhan vintage e car maker) હતું કે આ કારની સ્પીડ 45થી વધુ જતી નથી. જેના કારણે આ કાર માટે આરટીઓ પાસિંગની જરૂર નથી. આ સાથે જ કાર પાંચ યુનિટમાં 80 કિલોમીટર જેટલી ચાલે છે. જેના કારણે મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને પણ પોસાય તેવી છે. જ્યારે કાર વિન્ટેજ કાર જેવી દેખાતી હોવાથી તેની લગ્નની સિઝનમાં પણ ખૂબ જ માંગ વધી છે. એવામાં કારના શોખીનોને પણ આ કાર ખૂબ જ પસંદ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના પિતા પુત્રની જોડીએ માત્ર 3 લાખ જેવા ખર્ચે ઈલેક્ટ્રીક વિન્ટેજ કાર બનાવી છે તે હાલ ચર્ચાનો વિષય બની છે.