ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદને લીધે શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું - Rain in the Dhoraji

રાજકોટ: ભુખી ગામમાં હાલ પડી રહેલા કમોસમી વરસાદથી શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોને મગફળી, કપાસ અને શાકભાજીમાં નુકશાન થયુ હતું. તેથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

etv bharat

By

Published : Nov 6, 2019, 3:56 AM IST

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી મેઘરાજાએ માઝા મૂકી છે. ત્યારે બે-ત્રણ માસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. તેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તમામ પાકો નિષ્ફળ ગયાં છે. ધોરાજી પંથકમાં પણ વધુ વરસાદ પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં અને મગફળી, કપાસ તથા અન્ય પાકને નુકશાન થયું હતું. હાલ કમોસમી વરસાદને કારણે શાકભાજી પણ બાકાત નથી. ટમેટા, દુધી જેવાં શાકભાજીને પણ નુકશાન થયું છે.

કમોસમી વરસાદને લીધે શાકભાજીમાં નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું

ખેડૂતોને લીલો દુષ્કાળ પડ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બજારમાં કે માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ભાવો જોઈએ એટલા મળતાં નથી. કમોસમી વરસાદને કારણે 50 ટકા ભાવો થઈ ગયા છે અને હાલ શાકભાજીમાં આવક ન હોવાથી શાકભાજીના ભાવો પણ વધ્યા છે.

ખેડૂતો પાસે હવે નવા વાવેતરો માટે મજુરો તથા બિયારણો, જંતુનાશક દવાઓના રૂપિયા રહ્યા નથી. હાલ કમોસમી વરસાદને કારણે શાકભાજીમાં પણ લીલો દુકાળ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. ખેડૂતો હવે ખેતરોમાં મજુરોને કાઢીને પોતે મંજૂરી કામ કરતા નજરે ચડે છે. ખેડૂતોની પરિસ્થિતિ હાલ ખુબ જ ખરાબ થઈ છે. અત્યારે જગતનો તાત મુંઝવણમાં મુકાઈ ગયો છે. જેથી જગતનો તાત હવે સરકાર પાસે આસ રાખીને બેઠો છે તેમજ ખેડૂતોની વ્હારે રાજ્ય સરકાર આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details