ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે રાજ્યના ઘણા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે જાહેર કરેલી રકમ ચૂકવવા માટે વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકારના પ્રધાનો હસ્તે ખેડૂતોને સહાયની રકમ બુધવારથી અર્પણ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં ખેડૂત સંમેલન યોજાયું, 6 જિલ્લાના ખેડૂતોને રૂપિયા 745 કરોડની સહાય અપાશે - rc faldu news today
રાજકોટ: રાજકોટના તરઘડિયા ગામે આજે ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં કૃષિપ્રધાન આર.સી ફળદુ અને કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.
![રાજકોટમાં ખેડૂત સંમેલન યોજાયું, 6 જિલ્લાના ખેડૂતોને રૂપિયા 745 કરોડની સહાય અપાશે Rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5488110-thumbnail-3x2-rjt.jpg)
Rajkot
આર.સી ફળદુ અને કુંવરજી બાવળિયાના હસ્તે ખેડૂતોને સહાય વિતરણ કરાયું
રાજકોટના તરઘડિયા ગામ ખાતે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા એમ છ જિલ્લાઓના ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ જિલ્લાઓ માટે અલગ-અલગ રકમ ફાળવાઈ હતી.
જેમાં રાજકોટ ખાતે 6 જિલ્લાઓના ખેડૂતોને કુલ રૂપિયા 745 કરોડની રકમ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ઓનલાઈન અરજી ભરવાનું શરૂ છે માટે જે પણ ખેડૂત સમય મર્યાદામાં અરજી કરશે તે આ સહાય મેળવી શકશે.