- જેતલસર ગામના ખડૂતોને ખેતરે જવા આવવામાં મુશ્કેલી
- ખેડૂતોએ એક પુલ બનાવવાની કરી માંગ
- રાજાશાહી સમયથી છે આ પ્રશ્ન
રાજકોટ: જેતપુર તાલુકાના જેતલસર ગામના ડેડરવા રોડ ઉપર આવેલા ખોડિયારની ધાર બાજુ આવેલા ખેડૂતોને તેના ખેતરે જવા આવવા માટે છેલ્લાં 7 મહિનાથી મુશ્કેલી પડી રહી છે. તેમના આ પ્રશ્નને ઘણા વર્ષો થયા છે. જેતલસર ગામ લોકોના પ્રશ્ન મુજબ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખોડિયારની ધાર પાસેથી બે નદી નીકળે છે. જેમાં ડેડરવા ગામની નદી અને જીથુડી ગામની નદી અહીંથી પસાર થાય છે. તેની ઉપર 3 જેટલા ચેક ડેમો આવેલા છે. જે વરસાદની સીઝનમાં ભરાયેલા રહે છે. જેથી ખેડૂતોને આ નદીમાં પણ પાણી ભરાયેલા રહેતા ખેતરે આવવા જવા માટે મોટી મુશ્કેલી પડે છે.